પરિચય
સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા દર વર્ષે ખેલોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ એ છે કે આ આધુનિક યુગમાં નવી નવી ટેક્નોલોની આવતા દરેકનું બેઠાળું જીવન થઇ ગયું છે. બાળકો પણ મોબાઇલમાં ગેઇમ્સ રમતા થયા છે. તેમને ઘરની બહારની રમતોનો ખ્યાલ જ નથી. તેની અસર તેના સ્વાસ્થ્યમાં પણ જોવા મળે છે. આ મુદ્દાને ધ્યાને લઇને અમારી સંસ્થાએ ખેલોત્સવનું આયોજન કરવા વિચાર્યું છે. આ ખેલોત્સવમાં આપણી ગલી રમતો, જુની વિસરાય ગયેલ રમતો, તથા આધુનિક રમતોનો સમન્વય કરી ખેલોત્સવ ઉજવાય છે. જેમાં દરેક ગામડાઓ, તાલુકાઓ, જિલ્લાઓની શાળાઓમાં જઇને રમતો શિખવાડવામાં આવે છે. અને વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ ખેલોત્સવમાં નાના બાળકોથી લઇને વયોવૃધ્ધ લોકો પણ ભાગ લેય છે.